દિવસની લંબાઈ પર સૂર્યનો પ્રકાશ અસર કરે છે. ઉનાળાની સરખામણીમાં શિયાળામાં ઓછો સમય સૂર્યપ્રકાશ રહે છે એટલે દિવસ ટૂંકો થઈ જાય છે. આપણે રોજ કેટલા વાગ્યે સવાર પડી અને ક્યારે સાંજ પડી તેની બહુ ચોક્કસ નોંધ રાખતા નથી હોતા, પરંતુ ખરેખર તો આખા વર્ષ દરમિયાન પ્રકાશની વધઘટ ચાલ્યા કરતી હોય છે. આપણી પૃથ્વી ગોળ છે અને ઢળેલી છે એટલે સૂરજના પ્રકાશની વઘધટ ચાલ્યા કરે છે.
તમે જો ધ્યાનથી જોશો કે રોજેરોજ અખબારોમાં છપાતા સૂર્યોદયના સમય તરફ ધ્યાન આપશો તો તરત જ તમને આ વાત સમજાશે. ઢળેલી પૃથ્વી સૂરજની ફરતે ઘૂમે છે. તે વધુ ઢળેલી હોય ત્યારે તેને સૂરજનો પ્રકાશ વધુ મળે એટલે દિવસ લાંબો લાગે છે અને જ્યારે પ્રકાશ ઓછો મળે છે ત્યારે દિવસ ટૂંકો થઈ જાય છે. પ્રકાશનો આ નિયમ દરેક સૂરજની ફરતે ઘૂમતા દરેક ગ્રહને લાગુ પડે છે. ચાંદાનો એક દિવસ આપણા પૃથ્વી પરના ૨૮.૫ દિવસ જેટલો લાંબો એટલા માટે જ છે!
No comments:
Post a Comment