બાળમિત્રો, તમે વરસાદ પડયા બાદ ભીની માટીમાંથી એક ખાસ પ્રકારની સુંગંધ અનુભવતા હોવ છો, આ
સુગંધ આવવાનું મુખ્ય કારણ એ છે કે કોરી માટીમાં ફૂગના અતિસૂક્ષ્મ એવા
બીજાણુઓ સુષુપ્ત અવસ્થામાં પડયા હોય છે. વરસાદના પ્રથમ ફોરાં જમીન પર વરસે
કે તરત કેટલાક બીજાણુઓ જેને fungal spores કહેવામાં આવે છે એ હવામાં તરતા થાય છે તેમજ માટી સાથે રહેલી તજ સમાન મંદ સુગંધ પણ મુક્ત બનીને બધી જગ્યાએ ફેલાય છે.
કેટલાક બીજાણુઓ ધરાવતું અમુક ફૂગનું આવરણ પેક હોય છે ત્યારે વરસાદી ટીપાંનો પ્રહાર તેને તોડી નાખે છે. ફૂગ બીજાણુઓ ભેગી સુગંધને પણ પ્રસરાવી દે છે, જેને આપણે ભીની માટીની ફોરમ તરીકે ઓળખીએ છીએ. ઘણી વાર વરસાદનું આગમન થયા પહેલાં જ સુગંધ ફેલાવા લાગે છે. જેનું મુખ્ય કારણ એ છે કે, વરસાદના આગમન પહેલાં હવાનું દબાણ ઘટે છે એટલે ફૂગ પોતાનો વંશવેલો વધારવા માટે સંજોગો સર્જાતા એ જ સમયે બીજાણુઓને મુક્ત કરે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા કરતાં વધી જાય છે ત્યારે પણ આ ફૂગ પ્રજોત્પતિનો મોકો જવા દેતી નથી અને આપણને આ સમયે સુગંધ અનુભવાય છે.

No comments:
Post a Comment