Tuesday, September 25, 2012

ચોમાસાનો પ્રથમ વરસાદ પડયા બાદ ભીની માટીમાંથી સુગંધ કેમ આવે છે ?

બાળમિત્રો, તમે વરસાદ પડયા બાદ ભીની માટીમાંથી એક ખાસ પ્રકારની સુંગંધ અનુભવતા હોવ છો, આ સુગંધ આવવાનું મુખ્ય કારણ એ છે કે કોરી માટીમાં ફૂગના અતિસૂક્ષ્મ એવા બીજાણુઓ સુષુપ્ત અવસ્થામાં પડયા હોય છે. વરસાદના પ્રથમ ફોરાં જમીન પર વરસે કે તરત કેટલાક બીજાણુઓ જેને fungal spores કહેવામાં આવે છે એ હવામાં તરતા થાય છે તેમજ માટી સાથે રહેલી તજ સમાન મંદ સુગંધ પણ મુક્ત બનીને બધી જગ્યાએ ફેલાય છે.
કેટલાક બીજાણુઓ ધરાવતું અમુક ફૂગનું આવરણ પેક હોય છે ત્યારે વરસાદી ટીપાંનો પ્રહાર તેને તોડી નાખે છે. ફૂગ બીજાણુઓ ભેગી સુગંધને પણ પ્રસરાવી દે છે, જેને આપણે ભીની માટીની ફોરમ તરીકે ઓળખીએ છીએ. ઘણી વાર વરસાદનું આગમન થયા પહેલાં જ સુગંધ ફેલાવા લાગે છે. જેનું મુખ્ય કારણ એ છે કે, વરસાદના આગમન પહેલાં હવાનું દબાણ ઘટે છે એટલે ફૂગ પોતાનો વંશવેલો વધારવા માટે સંજોગો સર્જાતા એ જ સમયે બીજાણુઓને મુક્ત કરે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા કરતાં વધી જાય છે ત્યારે પણ આ ફૂગ પ્રજોત્પતિનો મોકો જવા દેતી નથી અને આપણને આ સમયે સુગંધ અનુભવાય છે.

મૂર્ખ શિષ્યો ગુરુ માટે બન્યા આફત

એક આશ્રમમાં ગુરુજી તેમના શિષ્યો સાથે રહેતા હતા. ગુરુજી તેમને ભણાવતા. શિષ્યો આશ્રમમાં રહી ગુરુજીની સેવા કરતા તેમજ આશ્રમનું કામકાજ કરતા. આ આશ્રમમાં કેટલાક દિવસથી બે નવા શિષ્યો ભણવા આવ્યા હતા. તે બંને શિષ્યો એકબીજા પર ભારે ખાર કરતા રહેતા. ગુરુજીએ આ બંને શિષ્યોને પોતાના પગ દબાવવાનું કામ સોંપ્યું હતું. એક શિષ્યને ડાબો પગ દબાવવાનું કામ અને બીજા શિષ્યને જમણો પગ દબાવવાનું કામ સોંપ્યું. બંને શિષ્યો ગુરુજીની સૂચના પ્રમાણે એકેક પગ દબાવતા.
એક દિવસ ડાબો પગ દબાવનાર શિષ્યને બહારગામ જવાનું થયું, તેથી ગુરુજીએ જમણો પગ દબાવનારા શિષ્યને ડાબો પગ દબાવવાનું પણ કહ્યું. શિષ્ય એનો ઇન્કાર કરતાં બોલ્યો, "ડાબો પગ દબાવનારો શિષ્ય મારી સાથે ઝઘડે છે, એટલો એનો પગ હું નહીં દબાવું."
ગુરુજીએ એને સમજાવતાં કહ્યું, "આ પગ પણ મારો જ છે. એની સેવાનું ફળ પણ તને જ મળશે." પરંતુ ગુસ્સે થયેલા આ શિષ્યે નજીકમાં પડેલો દંડો ઉપાડી જોરથી તેમના ડાબા પગ પર માર્યો. ગુરુજી દર્દથી ચીસ પાડી ઊઠયા. આશ્રમના શિષ્યો દોડી આવ્યા અને પેલા શિષ્યને ખૂબ માર્યો.
બીજા દિવસે ડાબો પગ દબાવનાર શિષ્ય બહારગામથી આવ્યો. તેણે જાણ્યું કે તેના શત્રુએ ગુરુજીનો પોતે જે પગ દબાવતો હતો તે ભાંગી નાખ્યો છે, એથી એ ખૂબ ગુસ્સે થયો. એ તરત જ ગુરુજી સૂતા હતા ત્યાં ગયો અને ગુરુજીનો જમણો પગ કે જે પેલો બીજો શિષ્ય દબાવતો હતો તે દંડા વડે ભાંગી નાખ્યો. પરસ્પર દ્વેષવાળા શિષ્યોએ પોતાની મૂર્ખતાને કારણે ગુરુજીના બંને પગ ભાંગી નાખ્યા! 
બોધઃ મૂર્ખને કામ સોંપતાં પહેલાં સો વખત વિચારવું જોઈએ. મૂર્ખ માણસનો સંગ પણ ઘણી આફતોને નોતરે છે.

રાજાને બોધપાઠ

મિથિલા નામે એક નગર હતું. તેમાં એક રાજા રાજ કરતો હતો. તેનું નામ ઇન્દ્રવર્મા હતું. તે બહુ ધનવાન હતો, પરંતુ કંજૂસ અને બહુ લોભી હતો.
રાજા ઇન્દ્રવર્મા લોભી અને કંજૂસ હતો એટલે દાન કરવામાં માનતો જ ન હતો. રાજદરબારમાં જો કોઈ પીડિત વ્યક્તિ આવે તો તેમને પણ દાન કરતો નહીં અને રાજ્યના અત્યંત ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ મદદ કરતો નહીં. રાજ્યમાં જો કોઈને અગવડ પડે તો પણ તે રાજ્યની તિજોરીમાંથી કોઈને એક કાણી પાઈ પણ આપતો નહીં, તેથી ગામના લોકો તેના લોભિયાપણાથી ખૂબ પરેશાન થઈ ગયા હતા.
એક દિવસ રાજા તિજોરીના પૈસાની વાતો કરતો હતો ત્યારે આ વાત એક ચોર સાંભળી ગયો. તેણે અંધારી રાતમાં રાજ્યની તિજોરી લૂંટવાનો નિર્ણય કર્યો. બીજી જ રાત્રે તેણે રાજ્યની તિજોરીમાંથી બધું જ ધન લૂંટી લીધું અને ગામ છોડી બીજા ગામે નાસી ગયો.
થોડા દિવસો પછી રાજાએ તેની તિજોરી ખોલી તો તિજોરી ખાલી નીકળી ! રાજા સ્તબ્ધ થઈ ગયો. હવે દિવસે દિવસે રાજાને પૈસાની ખૂબ જ અગવડ પડવા માંડી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. નગરના ભલા લોકોએ રાજા ઇન્દ્રવર્માને મદદ કરવાનું વિચાર્યું. જ્યારે નગરના બધા લોકોએ તેને રૃપિયા અને થોડાં ઘણાં ઘરેણાં આપી મદદ કરી ત્યારે રાજાને ખૂબ જ પસ્તાવો થયો. તેને સબક મળી ગયો. રાજાની તિજોરી ફરીથી છલકાઈ ગઈ. રાજાએ નિર્ણય લીધો કે હવે તે રાજ્યના દરેક નાગરિકની મદદ કરશે અને ક્યારેય લોભ નહીં કરે.
બોધઃ આપણે ક્યારેય અતિ લોભ કરવો જોઈએ નહીં. અતિ લોભ કરવાથી તેનું ફળ પણ ખરાબ જ મળે છે.

પ્રામાણિક ખેડૂત

ઘણા સમય પહેલાંની આ વાત છે. એક રાજા રાજ્ય કરતો હતો. તેને રાજ્યના ખજાના માટે સારું રક્ષણ કરી શકે તેવા ખજાનચીની જરૂર હતી. ઈમાનદાર અને પ્રામાણિક માણસને ખજાનચી બનાવવાની તેની ઈચ્છા હતી. ઘણાની પરીક્ષા લીધી પરંતુ કોઈ બરાબર જણાયું નહીં.
રાજધાનીથી થોડે દૂર એક ખેડૂત રહેતો હતો. તૂટેલી ઝૂંપડી હતી. વરસાદમાં ઘરમાં પાણી ટપકતું હતું.
ખેડૂત અને તેનું કુટુંબ એક વાર જમીને જંિદગી વીતાવતાં હતાં. સવારના પહોરમાં ખેડૂત ખેતરે જતો હતો. તેવામાં તેની નજર ઘર આગળ પડેલા એક ઘડા ઉપર પડી. આ માટીનો ઘડો છલોછલ સોનામહોરોથી ભરેલો હતો.
ખેડૂત દંગ થઈ ગયો. ઘડો લઈને તે ઘેર ગયો. સોનામહોરોથી જીવન સુધરી જશે એમ બાળકો વિચારતાં હતાં.
પરંતુ ખેડૂત અને તેનાં પત્ની આવું અણહકનું ધન લેવા માગતાં ન હતા. તેમણે તે ઘડો રાજાને સોંપવા વિચાર્યું. ખેડૂત અને તેનાં પત્ની રાજદરબારમાં ગયાં. અને નમ્રતાથી ઘડો કેવી રીતે મળ્યો તેની વાત રાજાને કરી.
રાજાએ ઘડો લઈ લેવા ખેડૂતને કહ્યું. પણ ખેડૂત કહે, ‘‘રાજાસાહેબ! આ ધન મારું નથી. અમે તો અમારા પરસેવાની કમાણીથી ગુજરાન ચલાવીએ છીએ. માટે કૃપા કરીને આ ઘડો રાજ્યમાં જમા કરાવો.’’
ગરીબ ખેડૂતની દશા રાજાએ જોઈ પણ તેની પ્રામાણિકતા અને ઈમાનદારીથી તે અત્યંત રાજી થયો. થોડી સોનામહોરો ઈનામ તરીકે લેવા પણ ખેડૂતે ના પાડી.
રાજા સંિહાસન ઊપરથી ઊતર્યો અને ખેડૂતને ભેટી પડ્યો. મારે તારા જેવા ખજાનચીની જરૂર હતી. આજથી તું મારા રાજ્યનો ખજાનચી છે. ખેડૂત દંપતીના મોં પર આનંદ છવાયો.
હકીકતમાં પરીક્ષા કરવા રાજાએ આ ઘડો મુકાવ્યો હતો. જેણે જેણે સોનામહોરો લીધી હતી તેમને સજા કરી હતી. ઘડાને જમા કરાવનાર ફક્ત ખેડૂત જ નીકળ્યો. રાજાએ કહ્યું, ‘‘જગતમાં પ્રામાણિકતા અને ઈમાનદારી મહાન ગુણો છે.’’

Sunday, September 16, 2012

શાળાની સંખ્યા

~) hn&mingQ {s)m} p\i.SiLi-Ci(syi ti-jsdN (j-rijki[T

Fi[rN
k&mir
kºyi
k&l
1
09
13
22
2
07
17
24
3
16
12
28
4
12
15
27
5
19
13
32
6
08
10
18
7
07
11
18
k&l
78
91
169