Sunday, January 19, 2014

SOUTH GUJARAT TOUR 2014 PHOTO

UNJA MANDIR
MODHERA SUN TEMPLE



















AT- GABBAR, AMBAJI


















GABBAR, AMBAJI 


















VAISHNODEVI, AHMEDABAD


















SCIENCE CITY - AHMEDABAD


















SCIENCE CITY - AHMEDABAD



















SCIENCE CITY - AHMEDABAD

SCIENCE CITY - AHMEDABAD

Wednesday, May 29, 2013

મોઢેરાનું સૂર્ય મંદિર

પ્રાચીન સંસ્કૃતિઓમાં સૂર્યને દેવ તરીકે પૂજવામાં આવતા. વિશ્વભરમાં કોઈને કોઈ રૃપે સૂર્યની આરાધના માટે મંદિરો બંધાયા છે. ભારતમાં પણ લગભગ ૧૨ જેટલાં સ્થળોએ આવેલાં સૂર્યમંદિરો વિશ્વભરમાં જાણીતા બને તેવાં કલાત્મક અને ભવ્ય છે.
ગુજરાતમાં બેચરાજી નજીક મોઢેરા ગામે આવેલું પ્રાચીન સૂર્યમંદિર ઈ.સ. ૧૦૨૬માં સોલંકીવંશના રાજા ભીમદેવે બંધાવેલું. મોગલોના આક્રમણમાં તોડી પાડવામાં આવેલું છતાંય આજે જોવા મળતાં તેના ખંડેરો તેની ભવ્યતાની સાક્ષી પૂરે છે. દિવસ અને રાત એક સરખા હોય ત્યારે ૨૦મી માર્ચ અને ૨૧ મી સપ્ટેમ્બરે સૂર્યનું પહેલું કિરણ અને સૂર્યાસ્તનું છેલ્લું કિરણ મંદિરના ગર્ભગૃહમાં રાખેલી સૂર્યની મૂર્તિ પર પડે તેવી આ મંદિરની રચના છે.
મુખ્ય મંદિરના સભામંડપમાં કલાત્મક કોતરણીવાળા સ્તંભ છે. છતમાં પણ સુંદર કોતરણી જોવા મળે છે. મુખ્ય મંદિરમાં સૂર્યનારાયણનો રથ છે. સાત ઘોડા, સૂર્ય નારાયણ અને સારથિની મૂર્તિઓ  સોનાની બનેલી હતી. ગર્ભગૃહ સૂર્યમુખીના આકારમાં છે. દીવાલો પર ૧૨ ગોળમાં સૂર્યના ૧૨ રૃપોની મૂર્તિઓ છે.
મુખ્ય મંદિરની સામે ૫૩ મીટર લાંબો અને ૩૬ મીટર પહોળો કૂંડ છે. તેને સૂર્યકૂંડ કહે છે. કૂંડમાં ફરતે ચોરસ પગથિયાં છે. પગથિયાંની રચનામાં ભૂમિતિનો અજબ ઉપયોગ કર્યો છે. પગથિયાની વચ્ચે ૧૦૮ ઝરા કોતરેલા છે. પિરામિડ આકારે ઉતરતા પગથિયા પર હિંદુ દેવદેવતાની મૂર્તિઓ કોતરેલી છે.
એક હજાર વર્ષ પહેલાં પથ્થરમાંથી બાંધેલું આ સૂર્યમંદિર મોગલોએ તોડી પાડેલું છતાંય તેના ખંડેરો જોવા લાયક છે. વિશાળ સૂર્યકૂંડ અકબંધ જળવાઈ રહ્યો છે.

Sunday, March 24, 2013

મને મારૂં બચપણ યાદ આવે


મને મારૂં બચપણ યાદ આવે,
યાદ કરૂ, થોડું રડવું આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
મનભરી થોડું થોડું હસાવે.
મને મારૂં બચપણ યાદ આવે,
મોઈ-દાડ્ડીયા આજ યાદ આવે!
મને મારૂં બચપણ યાદ આવે,
મહેંકતી મારી વાડી યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
વરસાદની વાછટ યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
રીસાઈને છુપાતા યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
પથારી ભીંજાતી યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
મા જાગતી રાત યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
દાદીમાની વાર્તા યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
ભુલાયેલું બચપણ યાદ આવે.

યાદ આવે માના મીઠા બોલ


યાદ આવે માના મીઠા બોલ,
કરતો રોજ ફરિયાદ તને,
તોય તું તો મીઠી ઢેલ..યાદ આવે માના મીઠા બોલ
સાગર જેઓ ખોળો જેનો,
માખણ જેવી કુણી મા,
કોયલ થઈ એ ટહુંકી ઉઠે .યાદ આવે માના મીઠા બોલ
કોઈ કરે ફરિયાદ મારી,
ના સાંભળે એના બોલ,
ભેટી પડી એ વહાલ કરે…યાદ આવે માના મીઠા બોલ..
હૈયું એનું હળવું ફુલ,
મનનો માળો સુંદર સુંદર,
મંદીરમાં તું એક જ દેવી..યાદ આવે માના મીઠા બોલ